Posts

Showing posts from 2019

Taneesha Joshi..dikri

Image
દીકરી વિશે મસ્ત રચના...... દીકરી વિશે લખી લખીનેય હું  શું લખું દોસ્તો, લખવા બેસું દીકરી વિશે તો આ આયખું ઓછુ પડે. ગુણગાન તારા કેમ કરી ગાઉં હું મારી લાડકી, ચિતરવા બેસું તને તો મારા શબ્દો ઓછા પડે. લાવી દો તમે ભલે હજારો ફૂલડાઓની ફોરમ, હોય આંગણે દીકરી તો એની સુગંધ ઓછી પડે. ધન દૌલત ભલે હોય ખોરડે લાખો કે કરોડની, હોય ના ઘેર દીકરી તો એની કિંમત ઓછી પડે. પૃથ્વીનું પાનું કરું ને સમસ્ત તરુઓની કરું હું કલમ, દરીયાની કરું હું શાહી તોય મારું લખાણ ઓછું પડે. (આ રચના મારી નથી મિત્રો.પણ જેણે લખ્યું છે એક્દમ સાચું લખ્યું છે.આ રચના નાં રચયિતાને મારા વંદન.)