સોનેરી સવાર..taneesha joshi
શુભ સવાર.. જીવનની ઘટમાળ નિયમિત પણે ચાલ્યા કરે છે.દિવસ-રાત,સાંજ-સવાર,સુખ-દુખ જીવન સાથે અભિન્ન રીતે વણાઈ ગયા છે.આ દરેક માંથી જો સૌથી સુંદર,સૌથી રમણીય જો કોઈ હોય તો એ છે સવાર.. સવાર હંમેશા આહલાદક જ હોય છે.સવાર હંમેશા એક નવી આશા,નવી ચેતના,નવી સ્ફૂર્તિ સાથે આપણી સામે આવે છે.સવાર હંમેશા તાજગીસભર જ હોય છે. સવારમાં આપણું મન પણ એટલુંજ પ્રસન્ન હોય છે.કોઈ પણ પ્રકારનાં નકારાત્મક વિચારોને સ્વીકારવા તૈયાર હોતું નથી.આ અસર સવાર ને લીધે હોય છે.સવાર મન પર બહુ હકારાત્મક અસર કરે છે.અને એટલે જ સવાર ને "સોનેરી" બહુમાન મળ્યું છે. સવારની આટલી હકારાત્મક અસરને લીધે જ આપણે મહત્વનાં કાર્યોની શરૂઆત સવારે જ કરીએ છીએ.ઋષિમુનિઓ પણ એ સમયે જ યોગ,ધ્યાન કરે છે.શિક્ષણનો સાચો સમય પણ સવાર જ છે.બપોરે ક્યારેય યોગ્ય શિક્ષણ આપી કે લઈ શકાય નહીં. આમ...