દીકરી એટલે સરિતા..Taneesha Joshi

"એક લીલા પાનની અપેક્ષા હોય,પરંતુ આખી વસંત ઘરે આવે એ દિકરી."
ઉપરોકત ઉક્તિની પ્રત્યક્ષ અનુભૂતિ તો જેનાં ઘરે કલનાદ કરતા ઝરણાં જેવી વહાલી દીકરી રમતી હોય તેને જ હોય.દીકરીને તો અનેક ઉપમા મળી છે જેમ કે તુલસીનો ક્યારો,પ્રેમનું પારણું, પારકી થાપણ વગેરે કેટલીય ઉપમા દીકરી શોભાવે છે.પણ મારે તો અહીં દીકરીને એક સરિતાની ઉપમા જ આપવી છે.દીકરી એટલે સરિતા.
          ખળખળ વહેતી નદી જે જે પ્રદેશમાંથી પસાર થાય તેને જીવંત બનાવી દે છે એજ રીતે દિકરી પણ હસતી રમતી પિયરમાં હોય કે સાસરે,પોતાની હાજરી માત્રથી જ સર્વત્ર પ્રાણ પુરે છે.નદી જ્યારે પોતાના જન્મસ્થાન રૂપી પહાડોમાંથી નીકળતી હોય ત્યારે કેવી લાગે છે?જાણે પિતૃગૃહએ બાલિકા જેવી જ.!તેનામાં ઠરેલપણું તો જ્યારે સાસરે જાય ત્યારે જ આવે.તેમ નદી પણ સમુદ્રને મળવા જાય ત્યારે જ ગંભીરતા ધરે છે ને.
           નદી વગર જીવન શકય નથી. નદીની ગેરહાજરીમાં તો રણનો જ વિસ્તાર થાય.એજ રીતે દીકરી વગરનો સંસાર પણ કલ્પી નથી શકાતો.દીકરી ની જયાં અવગણના થાય,ઉપેક્ષા થાય એ પરિવાર કે સમાજ ક્યારેય વિકાસ નથી સાધી શક્તો.ઘર,સમાજ કે દેશની પ્રગતિ તેમજ સમૃદ્ધિનો આધાર દીકરી છે.માટે દીકરી બચાવો,દિકરી ભણાવો.દિકરી આપણું ઉજ્જવળ ભવિષ્ય છે..

Comments

Popular posts from this blog

પ્રકૃતિ અને આપણે..

ઘર અને મકાન..!!