Posts

Showing posts from September, 2017

જીવન અને સંતોષ..

Image
             ત્રણ વાનાં મુજને મળ્યાં,              હૈયું,મસ્તક ને હાથ..              બહું દીધું નાથ,              જા ચોથું નથી માંગવું..         અત્યારે માણસ નું જીવન બદલાયું છે.વિવિધ સુવિધાઓથી ભરપૂર જીવન આપણે જીવી રહ્યાં છીએ.આપણાં વડીલોએ જેની કલ્પના પણ કરી હતી નહીં એવી બધી જ વસ્તુઓ અત્યારે આપણી પાસે હાથવગી છે.વિવિધ વૈભવી વસ્તુઓથી આપણી જીંદગી આરામથી પસાર થઈ રહી છે.તેમ છતાં એક વસ્તુ એવી છે કે જે આપણાં વડીલો પાસે હતી પણ આપણી પાસે તેનો સદંતર અભાવ છે.અને એ છે "સંતોષ"..          સવાર પડે ને અત્યારે માણસ "ભેગું" કરવા ઉપડી જાય છે.જાણે કેટલા જન્મોનું ભેગું કરવાનું હશે એનો ખ્યાલ આવતો નથી.કહે છે ને કે ઈચ્છાઓ નો અંત નથી.આ કહેવત ને સાચી પાડવા જ જાણે આપણે મથી રહ્યાં હોઈએ તેવું લાગે ...