જીવન અને સંતોષ..
ત્રણ વાનાં મુજને મળ્યાં,
હૈયું,મસ્તક ને હાથ..
બહું દીધું નાથ,
જા ચોથું નથી માંગવું..
હૈયું,મસ્તક ને હાથ..
બહું દીધું નાથ,
જા ચોથું નથી માંગવું..
અત્યારે માણસ નું જીવન બદલાયું છે.વિવિધ સુવિધાઓથી ભરપૂર જીવન આપણે જીવી રહ્યાં છીએ.આપણાં વડીલોએ જેની કલ્પના પણ કરી હતી નહીં એવી બધી જ વસ્તુઓ અત્યારે આપણી પાસે હાથવગી છે.વિવિધ વૈભવી વસ્તુઓથી આપણી જીંદગી આરામથી પસાર થઈ રહી છે.તેમ છતાં એક વસ્તુ એવી છે કે જે આપણાં વડીલો પાસે હતી પણ આપણી પાસે તેનો સદંતર અભાવ છે.અને એ છે "સંતોષ"..
સવાર પડે ને અત્યારે માણસ "ભેગું" કરવા ઉપડી જાય છે.જાણે કેટલા જન્મોનું ભેગું કરવાનું હશે એનો ખ્યાલ આવતો નથી.કહે છે ને કે ઈચ્છાઓ નો અંત નથી.આ કહેવત ને સાચી પાડવા જ જાણે આપણે મથી રહ્યાં હોઈએ તેવું લાગે છે.એક ઇચ્છા હજી પુરી થઈ ન હોય એની પહેલા કેટલીય ઈચ્છાઓ નો જન્મ થઈ ગયો હોય છે.બસ,આ ઈચ્છાઓને પુરી કરવામાં જ આપણું જીવન પણ ક્યારે પુરુ થઈ જાય છે એની ખબર પડતી નથી.અને ત્યારે આપણને લાગે છે કે સાલું ઈચ્છાઓ પુરી કરવામાં જીવન જીવવાનું તો રહી જ ગયું છે.પણ અફસોસ,ત્યારે મોડું થઈ ગયું હોય છે.
જીવનમાં સંતોષ ખૂબ જ જરૂરી છે.સંતોષ હશે ત્યાં શાંતિ હશે,સ્વસ્થ જીવન હશે.સંતોષ,શાંતિ અને સ્વસ્થતા અરસપરસ જોડાયેલાં છે.જયાં સંતોષનો વાસ હશે ત્યાં શાંતિ અને સ્વસ્થતા અચૂક હાજર હશે.ઘણાં લોકો કહેતાં હોય છે કે અમારે બધું જ છે પણ ઘરમાં શાંતિ નથી.ત્યાં તપાસ કરીશું તો સંતોષ નો અભાવ જ કારણમાં બહાર આવશે.આમ,જો આપણે શાંતિ અને સ્વસ્થતા જોઈએ તો સંતોષ સાથે મિત્રતા કરવી જ પડશે.
ઉપર લખેલી પંક્તિ પણ સંતોષ તરફ જ આંગળી ચીંધે છે.આપણે ભગવાન પાસે આપણી વિવિધ ઈચ્છાઓ ની 'ભીખ' માંગીએ છીએ.અને જે ખરેખર જે માંગવાનું છે એ જ માંગવાનું ભૂલી જઇએ છીએ.ભગવાન પાસે માંગવું જ હોય તો જીવનમાં દરેક પરિસ્થિતિઓ માં સંતોષ માંગો.જીવનમાં શાંતિની પ્રાર્થના કરો.શરીરનાં સારા સ્વાસ્થ્ય ની કામના કરો.સંતોષ,શાંતિ અને સારુ સ્વાસ્થ્ય માંગશો એટલે બીજુ બધું આપોઆપ આવશે.અને કદાચ બીજો વૈભવ ન આવે તો પણ સંતોષ અને શાંતિ હશે ઘરમાં એટલે બીજો વૈભવ પણ એની પાસે ઝાંખો લાગશે.
વર્તમાન સમયમાં માણસ ભવિષ્યની ચિંતા કરીને વર્તમાનમાં જીવી રહ્યો છે.ભવિષ્ય સારુ બનાવવા વર્તમાનને ખોઈ રહ્યો છે.ભવિષ્ય માટે ભેગું કરવા માટે વર્તમાનને ખાલી કરી રહ્યો છે.અરે,ભવિષ્ય કરતા વર્તમાન ની ચિંતા કરો.વર્તમાન ની દરેક ક્ષણ ને મન ભરીને માણો.બાળકો માટે ભેગું કરવા કરતા અત્યારે બાળકો સાથે જીવન જીવો.એકવાર બાળકો મોટા થઈ જશે પછી આ સમય પાછો નહીં આવે..!
અને છેલ્લે,
હે પ્રભુ,
એક જ વરદાન દે મને,
મારૂં જીવન સંતોષી બને..

The best
ReplyDelete