પ્રકૃતિ અને આપણે..

વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે,પંખી છે,સાથે ફૂલોની છે વનસ્પતિ..
      
           શ્રી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ આપણને થોડામાં ઘણું કહી જાય છે.અને એટલે જ પ્રકૃતિ વિશે આજે લખતા મનમાં સૌથી પહેલા આ પંક્તિ જ આવી એટલે કીધું એનાથી જ શરૂઆત કરું.આ પંક્તિમાં કવી આપણને કટાક્ષ કરીને મીઠાં શબ્દોમાં કહી દે છે કે આ દુનિયામાં રહેવાનો હક એકલો માનવી નો જ નથી, કે એકલો માણસ જ અહી રહેતો નથી પણ બીજા ઘણાં જીવો પણ અહી વસવાટ કરે છે.માનવીની સાથે અહી પ્રાણીઓ છે,જાત જાતના પક્ષીઓ છે તેમજ સુંદર ફૂલો સાથેની અપાર વનસ્પતિઓ પણ છે.
             પ્રકૃતિના જ પંચ મહાભૂતો માંથી બનેલ માનવીને પ્રકૃતિ આકર્ષે જ.એમાં નવાઈ નથી.વર્ષા ઋતુમાં મોરને કળા કરતો જોઈ આપણે રાજી થઈએ જ.મોટા શહેરનો નાનકડો બગીચો આપણ ને હજી એટલો જ વ્હાલો લાગે છે.આથમતા સુરજ ને જોવા હજી પણ સનસેટ પોઇન્ટ ભરચક થઈ જાય છે.ક્યારેક જો ક્યાંક તારા મઢેલું આકાશ જોવા મળી જાય તો "ઓહ" શબ્દ મોં માંથી નીકળ્યા વગર રહેતો નથી.આજે વીક એન્ડ પ્રકૃતિનાં ખોળે માણવા ફાર્મ હાઉસમાં જવાની પ્રથા વધતી જ જાય છે.વેકેશન માં હિલ સ્ટેશન પર ફરવા જવાનો ક્રેઝ વધતો જ જાય છે.અને એ હિલ સ્ટેશન એટલે શું?નરી પ્રકૃતિ..
           આ બધું લખવાનું કારણ એજ કે આપણે આખરે તો પ્રકૃતિના જ જીવ છીએ.પ્રકૃતિથી જરા પણ અલગ નથી.બીજા જીવોની જેમ જ આપણે પણ છીએ.તેમ છતા અત્યારે આપણે પ્રકૃતિ થી દુર જતા જઇએ છીએ અથવા પ્રકૃતિને આપણાં થી દુર હડસેલી રહ્યાં છીએ.જ્યારે આપણે સામાન્ય જીવનની દોડધામ માં થી થાકીએ છીએ ત્યારે પ્રકૃતિના ખોળે દોડી જઇએ છીએ.તો પણ પ્રકૃતિ આપણ ને એટલાં જ ભાવ અને પ્રેમથી આવકારે છે.આખરે "માતા" છે ને આપણી પ્રકૃતિ.!છોરું કછોરૂ થાય પણ માવતર કમાવતર થોડાં થાય.
          બાળક જેમ થાકે ત્યારે માતાની ગોદ માં જઇને બેસી જાય,એવાજ અત્યારે આપણે સૌ થઈ ગયા છીએ.એનાં કરતાં એ માતાને કાયમ આપણી સાથેજ રાખીએ તો?અઘરું નથી.શકય છે.દરેક વ્યક્તિ ઘર પાસે એક ઝાડ વાવે, એ શકય ન હોય તો કુંડામાં છોડ લાવીને ઘરમાં વાવે.જો દરેક વ્યક્તિ આમ કરે તો ઘર ઘરમાં હરિયાળી આવી જાય.દિન પ્રતિદિન કાર્બન ભઠ્ઠી બનતી જતી આ પૃથ્વી પર શુદ્ધ પર્યાવરણ ફેલાય.પ્રકૃતિનો ભલે આપણે વિસ્તાર ન કરીએ પણ એને નુકશાન તો ન જ કરીએ.તેનુ થાય એટલું જતન કરીએ.પ્રકૃતિનું જતન એ આખરે તો આપણું જ જતન છે.આપણે કુદરતને સાચવશુ તો કુદરત આપણું ધ્યાન રાખશે.બાકી તો કેદારનાથ નું ઉદાહરણ આપણી સામે જ છે ને.!એમાં કુદરતનો જરા પણ વાંક નથી.
          માટે પ્રકૃતિને સાચવીએ,કુદરત ની સંભાળ લઇએ,એનું નુકશાન અટકાવીએ એજ સાચો પ્રકૃતિ પ્રેમ છે..
         છેલ્લે,
           હોય વૃક્ષ ને વનરાજી,
           માનવીને પ્રાણી બેય રાજી..


Comments

  1. અદ્ભૂત, ખૂબ જ સુંદર, આપના કુદરત પ્રેમને અભિનંદન

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

દીકરી એટલે સરિતા..Taneesha Joshi

ઘર અને મકાન..!!