ઘર અને મકાન..!!

ઘર અને મકાન..!!

      વાંચતા સમાનાર્થી લાગતાં અને વાસ્તવમાં પણ સમાનાર્થી એવાં આ બે શબ્દોમાં ઘણો જ તફાવત છે.સજીવ અને નિર્જીવ જેટલો.!
       સામાન્ય લાગતા આ બે શબ્દો અસામાન્ય તફાવત ધરાવે છે.એક શબ્દ એટલે લાગણીનું ઘડતર અને બીજો શબ્દ એટલે સિમેન્ટનું ચણતર.
        બિલ્ડર મકાન ઉભું કરે છે પણ એને ઘર એમાં રહેવા આવે એ લોકો બનાવે છે.આપણે જ જો ઝીણી નજરે વિચાર કરીએ તો ઘણીવાર એવાં વાક્યો બોલતાં હોઈએ જે ઘર અને મકાનને અલગ પાડતાં હોય.જેમકે,હજી તૈયાર થતી ઈમારતને લોકો મોટાભાગે એમ જ પૂછશે કે મકાન તૈયાર થઈ ગયું?જાહેરાતોમાં પણ આપણે જોઈએ છીએ કે મકાન વેચવાનું છે એમ જ જાહેરાત હોય છે,ઘર નહીં.જ્યારે કોઈને આપણે ત્યાં બોલાવવા હોય ત્યારે આપણે એમ જ કહેતાં હોઇએ કે મારા ઘરે આવો,નહીં કે મારા મકાને આવો.માટે ઘર એ લાગણીઓનું ઘડતર છે,મકાન એ સિમેન્ટનું ચણતર છે.
        ધરતી પરનું સાચું સ્વર્ગ હોય તો એ આપણું ઘર છે,મકાન નહીં.આખો દિવસ કામ કર્યા પછી જયાં જવાનું મન થાય એ આપણું ઘર.આખા દિવસનો થાક જયાં પગ મુકતા જ પળવારમાં ઉતરી જાય એ આપણું ઘર.ગમે એટલાં થાક્યા હોઈએ પણ જયાં પહોંચતા જ મોઢામાંથી ઉદગાર સરી પડે કે "હાશ" એ આપણું ઘર.ઘરનાં ફળિયામાં રમતા બાળકો શેરીમાં

Comments

Popular posts from this blog

પ્રકૃતિ અને આપણે..

દીકરી એટલે સરિતા..Taneesha Joshi