Posts

સિઆચેન માં રાખડી..

Image
સિઆચેન .. રોજિંદી દુનિયા થી અલિપ્ત એવી આ દુનિયા કે જે સરેરાશ 6000 મીટર(20000 ફિટ) ઉંચા હિમપહાડોથી ઘેરાયેલી છે.જયાં થર્મોમિટર નો પારો હંમેશા માઇનસ 20 થી 55 ડિગ્રીની વચ્ચે રહે છે.એ દુનિયા કે જયાં ભારતીય લશ્કરનાં શેરદિલ જવાનો જાન ના જોખમે દિવસ રાત સરહદનું રખોપુ કરે છે.          ભારતમાં પણ એવાં ઘણાંય લોકો હશે કે એમને ફક્ત સિઆચેન નું નામ જ સાંભળ્યું હશે,એ ક્યાં છે ત્યાં કેવી પરિસ્થિતિમાં આપણાં જવાનો દેશની રક્ષા કરતા ઉભા છે તેનો જરાપણ ખ્યાલ નહીં હોય.અને તેથી જ સફારી મેગેઝીનનાં સંપાદક શ્રી હર્ષલ પુશકર્ણા સર પોતે સિઆચેન જઈ આવ્યાં અને ત્યાંની સંપુર્ણ માહીતી સાથેનું પુસ્તક પ્રકાશિત કર્યુ. જેનું નામ છે "આ છે સિઆચેન".           આ પુસ્તકમાં સિઆચેનની તો સંપુર્ણ માહીતી છે પરંતુ આ પુસ્તક વાંચવાથી આપણ ને ખ્યાલ આવે છે કે ખરેખર આપણાં જાંબાઝ જવાનો કેવી વિષમ પરિસ્થિતિઓ માં રહીને આપણી રક્ષા કરે છે.કેવા વિષમ હવામાન અને હાડ ગળી જાય એવી ઠંડીમાં દેશનું ધ્યાન રાખે છે.આવા જવાનોને ખરેખર સલામ..!      ...

માતા-પિતા અને બાળક

Image
            કહેવાય છે કે સ્ત્રીનાં જીવનની સૌથી અમુલ્ય ક્ષણ જો કોઈ હોય તો તે છે માતૃત્વ.બાળકનો જન્મ એ કોઇપણ સ્ત્રીનાં જીવનની સૌથી આનંદી ક્ષણ હોય છે.બાળકનાં જન્મ પછી પતિ-પત્ની નાં સંબંધો વિસ્તરે છે અને તેઓ માતા-પિતા બની જાય છે.તેમનાં જીવનમાં એક અદ્ભૂત વળાંક આવે છે.બાળક એ પતિ-પત્નીનાં સંબંધો વધુ ઘનિષ્ટ અને મજબૂત બનાવે છે.પિતા બાળક માટે કંઇક કરે તો માતા રાજી થાય ને માતા બાળકને રાજી કરે તો પિતા ને આનંદ આવે છે.માતા-પિતા નો આનંદ બાળક માં સમાઈ જાય છે.            આધુનિક સમયમાં દરેકના જીવનની ગાડી પુરપાટ વેગે દોડી રહી છે.પોતાના માટે પણ સમય ન કાઢી શકતા લોકો બાળક માટે બધુંજ કરી છૂટે છે.તેની દરેક જરૂરીયાત પુરી કરે છે,તેનો પડેલો દરેક બોલ ઝીલે છે.નવી-નવી વસ્તુઓ અને ઉપકરણોથી બાળકને સજ્જ કરે છે.પણ બાળકને ખરેખર જે આપવું જોઈએ અને બાળક ખરેખર જેનાં માટે ભૂખ્યો હોય તે જ આજે માતા-પિતા નથી આપી શકતાં.અને તે છે સમય..             આજે દરેક પાસે આપવા માટે...

સાચો બાહુબલી અને સાચી દેશ ભક્તિ..!!

Image
બાહુબલી.. ! નામ સાંભળતાં જ કાન ચોંકી ગયા ને..!જો કે બાહુબલી કે પ્રભાસની વાત અહિયાં મારે કરવી નથી.કારણકે એ બેય બાહુબલી નાં ભાગ તો નાના બાળકોએ પણ ગોખી માર્યા છે.એટલે એની ચર્ચા આપણે નથી કરવી.          મારે તો આજે વાત કરવી છે આપણાં સાચા બાહુબલી ની.ઓળખો છો એને તમે?આપણો સાચો બાહુબલી છે આપણાં દેશનો સૈનિક..          જી હાં, સૈનિક જ આપણો સાચો બાહુબલી છે.જે માહીસપતિ રૂપી આપણાં ભારત દેશનાં અખંડ અને અખૂટ સામ્રાજયનું અવિરતપણે નિઃસ્વાર્થ ધ્યાન રાખે છે.48 ડીગ્રી નો તાપ વરસતો હોય કે પછી માઇનસ 30 ડિગ્રિની ટાઢ હોય,આપણી જેમ કોઈ પણ બહાના કર્યા વગર એ દેશની સરહદોની રખેવાળી કરે છે.નથી એને કોઈ માહીસપતિ ની લાલસા કે નથી કોઈ નામ કરવાની કામના..!અને એટલે જ મારી માટે તો એ સૈનિક જ છે સાચો બાહુબલી.          હવે બીજી વાત કરવી છે સાચી દેશભક્તિની.શું આપણે સાચા દેશભક્ત છીએ?જો કે આ સવાલ પૂછતાં પહેલા એ વાત ની ચોખવટ કરવી પડે કે સાચી દેશભક્તિ એટલે શું?કોને કહેવાય સાચી દેશભક્તિ?    ...

સોનેરી સવાર..taneesha joshi

Image
શુભ સવાર.. જીવનની ઘટમાળ નિયમિત પણે ચાલ્યા કરે છે.દિવસ-રાત,સાંજ-સવાર,સુખ-દુખ જીવન સાથે અભિન્ન રીતે વણાઈ ગયા છે.આ દરેક માંથી જો સૌથી સુંદર,સૌથી રમણીય જો કોઈ હોય તો એ છે સવાર..              સવાર હંમેશા આહલાદક જ હોય છે.સવાર હંમેશા એક નવી આશા,નવી ચેતના,નવી સ્ફૂર્તિ સાથે આપણી સામે આવે છે.સવાર હંમેશા તાજગીસભર જ હોય છે.              સવારમાં આપણું મન પણ એટલુંજ પ્રસન્ન હોય છે.કોઈ પણ પ્રકારનાં નકારાત્મક વિચારોને સ્વીકારવા તૈયાર હોતું નથી.આ અસર સવાર ને લીધે હોય છે.સવાર મન પર બહુ હકારાત્મક અસર કરે છે.અને એટલે જ સવાર ને "સોનેરી" બહુમાન મળ્યું છે.             સવારની આટલી હકારાત્મક અસરને લીધે જ આપણે મહત્વનાં કાર્યોની શરૂઆત સવારે જ કરીએ છીએ.ઋષિમુનિઓ પણ એ સમયે જ યોગ,ધ્યાન કરે છે.શિક્ષણનો સાચો સમય પણ સવાર જ છે.બપોરે ક્યારેય યોગ્ય શિક્ષણ આપી કે લઈ શકાય નહીં.             આમ...

દીકરી એટલે સરિતા..Taneesha Joshi

Image
"એક લીલા પાનની અપેક્ષા હોય,પરંતુ આખી વસંત ઘરે આવે એ દિકરી." ઉપરોકત ઉક્તિની પ્રત્યક્ષ અનુભૂતિ તો જેનાં ઘરે કલનાદ કરતા ઝરણાં જેવી વહાલી દીકરી રમતી હોય તેને જ હોય.દીકરીને તો અનેક ઉપમા મળી છે જેમ કે તુલસીનો ક્યારો,પ્રેમનું પારણું, પારકી થાપણ વગેરે કેટલીય ઉપમા દીકરી શોભાવે છે.પણ મારે તો અહીં દીકરીને એક સરિતાની ઉપમા જ આપવી છે.દીકરી એટલે સરિતા.           ખળખળ વહેતી નદી જે જે પ્રદેશમાંથી પસાર થાય તેને જીવંત બનાવી દે છે એજ રીતે દિકરી પણ હસતી રમતી પિયરમાં હોય કે સાસરે,પોતાની હાજરી માત્રથી જ સર્વત્ર પ્રાણ પુરે છે.નદી જ્યારે પોતાના જન્મસ્થાન રૂપી પહાડોમાંથી નીકળતી હોય ત્યારે કેવી લાગે છે?જાણે પિતૃગૃહએ બાલિકા જેવી જ.!તેનામાં ઠરેલપણું તો જ્યારે સાસરે જાય ત્યારે જ આવે.તેમ નદી પણ સમુદ્રને મળવા જાય ત્યારે જ ગંભીરતા ધરે છે ને.            નદી વગર જીવન શકય નથી. નદીની ગેરહાજરીમાં તો રણનો જ વિસ્તાર થાય.એજ રીતે દીકરી વગરનો સંસાર પણ કલ્પી નથી શકાતો.દીકરી ની જયાં અવગણના થાય,ઉપેક્ષા થાય એ પરિવાર કે સમાજ ક્યારેય વ...

Dikari Taneesha Joshi

Image
લીલીછમ લાગણીએ લથબથ ભીનું ભીનું જીવતર પરમકૃપાથી મળે છે જીવવા દીકરી નામે અવસર..

taneesha joshi

Image