સિઆચેન માં રાખડી..

સિઆચેન..
રોજિંદી દુનિયા થી અલિપ્ત એવી આ દુનિયા કે જે સરેરાશ 6000 મીટર(20000 ફિટ) ઉંચા હિમપહાડોથી ઘેરાયેલી છે.જયાં થર્મોમિટર નો પારો હંમેશા માઇનસ 20 થી 55 ડિગ્રીની વચ્ચે રહે છે.એ દુનિયા કે જયાં ભારતીય લશ્કરનાં શેરદિલ જવાનો જાન ના જોખમે દિવસ રાત સરહદનું રખોપુ કરે છે.
         ભારતમાં પણ એવાં ઘણાંય લોકો હશે કે એમને ફક્ત સિઆચેન નું નામ જ સાંભળ્યું હશે,એ ક્યાં છે ત્યાં કેવી પરિસ્થિતિમાં આપણાં જવાનો દેશની રક્ષા કરતા ઉભા છે તેનો જરાપણ ખ્યાલ નહીં હોય.અને તેથી જ સફારી મેગેઝીનનાં સંપાદક શ્રી હર્ષલ પુશકર્ણા સર પોતે સિઆચેન જઈ આવ્યાં અને ત્યાંની સંપુર્ણ માહીતી સાથેનું પુસ્તક પ્રકાશિત કર્યુ. જેનું નામ છે "આ છે સિઆચેન".
          આ પુસ્તકમાં સિઆચેનની તો સંપુર્ણ માહીતી છે પરંતુ આ પુસ્તક વાંચવાથી આપણ ને ખ્યાલ આવે છે કે ખરેખર આપણાં જાંબાઝ જવાનો કેવી વિષમ પરિસ્થિતિઓ માં રહીને આપણી રક્ષા કરે છે.કેવા વિષમ હવામાન અને હાડ ગળી જાય એવી ઠંડીમાં દેશનું ધ્યાન રાખે છે.આવા જવાનોને ખરેખર સલામ..!
          આ પુસ્તકમાંથી સિઆચેન વિશે માહીતી મેળવીને અને શ્રી હર્ષલ પુશકર્ણા સર ની પ્રેરણાથી પ્રેરાઈને મેં અને મારી પાંચ વર્ષની દીકરી તનીશા જોશીએ સિઆચેન નાં આ હિમપ્રહરીઓ માટે હમણાં જ તા.7/7/17 નાં રોજ 51(એકાવન) રાખડીઓ પોસ્ટમાં મોકલી છે.અને આ કાર્ય કોઈ નામના મેળવવા નહીં પણ એ શેરદિલ સૈનિકો કે જે આપણી રક્ષા માટે સિઆચેન માં ઝઝુમે છે,એમને એમ થાય કે આપણે અહિયાં એકલા નથી.સમગ્ર દેશ આપણી સાથે છે.
         આપને પણ કોઇક ને જો પ્રેરણા થાય અને રાખડી મોકલવાની ઇચ્છા થાય તો એ સિઆચેન નાં સૈનીકોનું સરનામું નીચે ફોટા માં આપેલું છે.પણ એક ખાસ વિનંતિ છે કે જો રાખડી મોકલો તો બે કે ત્રણ દિવસમાં જ મોકલી દેશો.કારણકે ત્યાં પહોંચતા વાર લાગે છે..અસ્તુ.





Comments

Popular posts from this blog

પ્રકૃતિ અને આપણે..

દીકરી એટલે સરિતા..Taneesha Joshi

ઘર અને મકાન..!!