સાચો બાહુબલી અને સાચી દેશ ભક્તિ..!!

બાહુબલી..!
નામ સાંભળતાં જ કાન ચોંકી ગયા ને..!જો કે બાહુબલી કે પ્રભાસની વાત અહિયાં મારે કરવી નથી.કારણકે એ બેય બાહુબલી નાં ભાગ તો નાના બાળકોએ પણ ગોખી માર્યા છે.એટલે એની ચર્ચા આપણે નથી કરવી.
         મારે તો આજે વાત કરવી છે આપણાં સાચા બાહુબલી ની.ઓળખો છો એને તમે?આપણો સાચો બાહુબલી છે આપણાં દેશનો સૈનિક..
         જી હાં, સૈનિક જ આપણો સાચો બાહુબલી છે.જે માહીસપતિ રૂપી આપણાં ભારત દેશનાં અખંડ અને અખૂટ સામ્રાજયનું અવિરતપણે નિઃસ્વાર્થ ધ્યાન રાખે છે.48 ડીગ્રી નો તાપ વરસતો હોય કે પછી માઇનસ 30 ડિગ્રિની ટાઢ હોય,આપણી જેમ કોઈ પણ બહાના કર્યા વગર એ દેશની સરહદોની રખેવાળી કરે છે.નથી એને કોઈ માહીસપતિ ની લાલસા કે નથી કોઈ નામ કરવાની કામના..!અને એટલે જ મારી માટે તો એ સૈનિક જ છે સાચો બાહુબલી.
         હવે બીજી વાત કરવી છે સાચી દેશભક્તિની.શું આપણે સાચા દેશભક્ત છીએ?જો કે આ સવાલ પૂછતાં પહેલા એ વાત ની ચોખવટ કરવી પડે કે સાચી દેશભક્તિ એટલે શું?કોને કહેવાય સાચી દેશભક્તિ?
          ભારત-પાકિસ્તાન ની મેચ આવતી હોય અને જે ઝુનુન સાથે ભારત નો પક્ષ લે એને આપણે સાચો દેશભક્ત કહેશું?કે પછી ભારત મેચ હારી જાય અને ખેલાડીઓને ગાળો આપીએ એ સાચી દેશભક્તિ?
          દેશભક્તિ કોઈ રમત કે ખેલાડી પુરતી જ સીમિત નથી. દેશભક્તિ ની વ્યાખ્યા બહુ વિસ્તૃત છે,વિશાળ છે.દેશનું આપણે સન્માન જાળવીએ એ દેશભક્તિ છે.કારમાં દેશનો ધ્વજ લગાડીએ એ દેશભક્તિ નથી પણ દિલ માં એને કાયમ રાખીએ એ દેશભક્તિ છે.દેશમાં ગંદકી ન કરીએ એ દેશભક્તિ છે.કાયદાનું પાલન કરીએ એ દેશભક્તિ છે.ભ્રષ્ટઆચાર ન કરીએ એ દેશભક્તિ છે.ખોટું ન કરીએ એ દેશભક્તિ છે.દેશની સંપત્તિ ને નુકશાન ન કરીએ એ દેશભક્તિ છે.કોઈ ગુનો ન કરીએ એ દેશભક્તિ છે.
            આવું તો ઘણું લખી શકાય, પરંતુ એનાથી કાંઈ દેશભક્તિ નથી આવી જવાની.જ્યા સુધી આપણું નૈતિક મૂલ્ય નહીં સુધરે ત્યાં સુધી આપણે સાચા દેશભક્ત ન જ કહેવાઈએ.
           હવે વિચારો તમે છો સાચા દેશભક્ત??

Comments

Popular posts from this blog

પ્રકૃતિ અને આપણે..

દીકરી એટલે સરિતા..Taneesha Joshi

ઘર અને મકાન..!!