માતા-પિતા અને બાળક

            કહેવાય છે કે સ્ત્રીનાં જીવનની સૌથી અમુલ્ય ક્ષણ જો કોઈ હોય તો તે છે માતૃત્વ.બાળકનો જન્મ એ કોઇપણ સ્ત્રીનાં જીવનની સૌથી આનંદી ક્ષણ હોય છે.બાળકનાં જન્મ પછી પતિ-પત્ની નાં સંબંધો વિસ્તરે છે અને તેઓ માતા-પિતા બની જાય છે.તેમનાં જીવનમાં એક અદ્ભૂત વળાંક આવે છે.બાળક એ પતિ-પત્નીનાં સંબંધો વધુ ઘનિષ્ટ અને મજબૂત બનાવે છે.પિતા બાળક માટે કંઇક કરે તો માતા રાજી થાય ને માતા બાળકને રાજી કરે તો પિતા ને આનંદ આવે છે.માતા-પિતા નો આનંદ બાળક માં સમાઈ જાય છે.
           આધુનિક સમયમાં દરેકના જીવનની ગાડી પુરપાટ વેગે દોડી રહી છે.પોતાના માટે પણ સમય ન કાઢી શકતા લોકો બાળક માટે બધુંજ કરી છૂટે છે.તેની દરેક જરૂરીયાત પુરી કરે છે,તેનો પડેલો દરેક બોલ ઝીલે છે.નવી-નવી વસ્તુઓ અને ઉપકરણોથી બાળકને સજ્જ કરે છે.પણ બાળકને ખરેખર જે આપવું જોઈએ અને બાળક ખરેખર જેનાં માટે ભૂખ્યો હોય તે જ આજે માતા-પિતા નથી આપી શકતાં.અને તે છે સમય..
            આજે દરેક પાસે આપવા માટે બધુંજ છે,પરંતુ સમય નથી.એટલે બાળકો ટી.વી.,કમ્પ્યૂટર,મોબાઇલ કે વિડિઓગેમ માં અટવાઈને પોતાનો સમય પસાર કરે છે.એનાથી બાળકનો આંતરિક વિકાસ તો ભરપૂર થાય છે,પરંતુ તેનો બાહ્ય વિકાસ રૂંધાય છે.બહારની દુનિયા જોવી,તેમાં ફરવું,તેને માણવી એ બાળક માટે અજ્ઞાત રહે છે.
            બાળકનો શારિરીક,માનસિક અને સામાજિક વિકાસ જો યોગ્ય કરવો હોય તો તેને બીજી એક પણ વસ્તુની જરૂર નથી.બસ એક જ વસ્તુ તેનાં માટે કાફી છે,અને તે છે માતા-પિતા નો સમય.માટે બાળકનો વિકાસ ઝંખતા માતા-પિતાએ આ બાબત સમજવી ખૂબ જરુરી છે.
           માટે,બાળકને આપનો કિંમતી સમય આપો.છેલ્લે એક વાત કહીશ કે,
બાળકનાં જો કોઈ શ્રેષ્ઠ શિક્ષક હોય તો તે છે તેનાં માતા-પિતા..


Comments

  1. ખૂબ સરસ અભિવ્યક્તિ, આ પ્રકારનાં સુંદર વિચારો પ્રગટ કરતા રહેશો. અભિનંદન.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

પ્રકૃતિ અને આપણે..

દીકરી એટલે સરિતા..Taneesha Joshi

ઘર અને મકાન..!!