Posts

Taneesha Joshi..dikri

Image
દીકરી વિશે મસ્ત રચના...... દીકરી વિશે લખી લખીનેય હું  શું લખું દોસ્તો, લખવા બેસું દીકરી વિશે તો આ આયખું ઓછુ પડે. ગુણગાન તારા કેમ કરી ગાઉં હું મારી લાડકી, ચિતરવા બેસું તને તો મારા શબ્દો ઓછા પડે. લાવી દો તમે ભલે હજારો ફૂલડાઓની ફોરમ, હોય આંગણે દીકરી તો એની સુગંધ ઓછી પડે. ધન દૌલત ભલે હોય ખોરડે લાખો કે કરોડની, હોય ના ઘેર દીકરી તો એની કિંમત ઓછી પડે. પૃથ્વીનું પાનું કરું ને સમસ્ત તરુઓની કરું હું કલમ, દરીયાની કરું હું શાહી તોય મારું લખાણ ઓછું પડે. (આ રચના મારી નથી મિત્રો.પણ જેણે લખ્યું છે એક્દમ સાચું લખ્યું છે.આ રચના નાં રચયિતાને મારા વંદન.)

ઘર અને મકાન..!!

ઘર અને મકાન..!!       વાંચતા સમાનાર્થી લાગતાં અને વાસ્તવમાં પણ સમાનાર્થી એવાં આ બે શબ્દોમાં ઘણો જ તફાવત છે.સજીવ અને નિર્જીવ જેટલો.!        સામાન્ય લાગતા આ બે શબ્દો અસામાન્ય તફ...

જીવન અને સંતોષ..

Image
             ત્રણ વાનાં મુજને મળ્યાં,              હૈયું,મસ્તક ને હાથ..              બહું દીધું નાથ,              જા ચોથું નથી માંગવું..         અત્યારે માણસ નું જીવન બદલાયું છે.વિવિધ સુવિધાઓથી ભરપૂર જીવન આપણે જીવી રહ્યાં છીએ.આપણાં વડીલોએ જેની કલ્પના પણ કરી હતી નહીં એવી બધી જ વસ્તુઓ અત્યારે આપણી પાસે હાથવગી છે.વિવિધ વૈભવી વસ્તુઓથી આપણી જીંદગી આરામથી પસાર થઈ રહી છે.તેમ છતાં એક વસ્તુ એવી છે કે જે આપણાં વડીલો પાસે હતી પણ આપણી પાસે તેનો સદંતર અભાવ છે.અને એ છે "સંતોષ"..          સવાર પડે ને અત્યારે માણસ "ભેગું" કરવા ઉપડી જાય છે.જાણે કેટલા જન્મોનું ભેગું કરવાનું હશે એનો ખ્યાલ આવતો નથી.કહે છે ને કે ઈચ્છાઓ નો અંત નથી.આ કહેવત ને સાચી પાડવા જ જાણે આપણે મથી રહ્યાં હોઈએ તેવું લાગે ...

પ્રકૃતિ અને આપણે..

Image
વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે,પંખી છે,સાથે ફૂલોની છે વનસ્પતિ..                   શ્રી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ આપણને થોડામાં ઘણું કહી જાય છે.અને એટલે જ પ્રકૃતિ વિશે આજે લખતા મનમાં સૌથી પહેલા આ પંક્તિ જ આવી એટલે કીધું એનાથી જ શરૂઆત કરું.આ પંક્તિમાં કવી આપણને કટાક્ષ કરીને મીઠાં શબ્દોમાં કહી દે છે કે આ દુનિયામાં રહેવાનો હક એકલો માનવી નો જ નથી, કે એકલો માણસ જ અહી રહેતો નથી પણ બીજા ઘણાં જીવો પણ અહી વસવાટ કરે છે.માનવીની સાથે અહી પ્રાણીઓ છે,જાત જાતના પક્ષીઓ છે તેમજ સુંદર ફૂલો સાથેની અપાર વનસ્પતિઓ પણ છે.              પ્રકૃતિના જ પંચ મહાભૂતો માંથી બનેલ માનવીને પ્રકૃતિ આકર્ષે જ.એમાં નવાઈ નથી.વર્ષા ઋતુમાં મોરને કળા કરતો જોઈ આપણે રાજી થઈએ જ.મોટા શહેરનો નાનકડો બગીચો આપણ ને હજી એટલો જ વ્હાલો લાગે છે.આથમતા સુરજ ને જોવા હજી પણ સનસેટ પોઇન્ટ ભરચક થઈ જાય છે.ક્યારેક જો ક્યાંક તારા મઢેલું આકાશ જોવા મળી જાય તો "ઓહ" શબ્દ મોં માંથી નીકળ્યા વગર રહેતો નથી.આ...

નારી આદર્શ - શ્રી જયા કિશોરીજી

Image
   અત્યારની ૧૯ વર્ષની કોઈ મુગ્ધ કન્યાને તમે મળ્યાં છો?તેને મળતાં ખ્યાલ આવશે કે એ કેટરીના,કરીના કે આલિયા ની જ દીવાની હશે.રણવીર,વરુણ કે ટાઇગર માં પોતાના ભાવી ભરથારનાં સપના જોતી હશે.સાસરે જવા કરતાં મુંબઇ જવાના સપના વધું આવતાં હશે.ફિલ્મી લાઈફને સાચી માનીને પોતાની લાઈફને કોષતી હશે.તેનાં હાથ કામ કરતાં મોબાઇલમાં વધું ચાલતા હશે.વાત વાતમાં મમ્મી પપ્પાને જુનવાણી કહીને પોતે મોડર્ન હોવાનો ગર્વ લેતી હશે.દાદા દાદી ને તો ગણતી જ નહીઁ હોય..       આ થઈ અત્યારની સરેરાશ કન્યાઓની વાત.આમાં અપવાદ હોય જ શકે હો.માટે દરેકે માથે ઓઢવાની કોઈ જરૂર નથી.        પણ મારે અહી ૧૯ વર્ષ ની એક એવી કન્યાની વાત કરવી છે જેનું મન માત્ર શ્રી કૃષ્ણનું નામ જપે છે.જેનાં રોમે રોમ શ્રી કૃષ્ણ ની ભક્તિમાં જ લિન છે.જેનાં સપનામાં શ્રી કૃષ્ણ સિવાય કોઈને સ્થાન નથી. જેનું સંપુર્ણ જીવન બસ કૃષ્ણ ભક્તિ માટે ન્યોછાવર છે.એવી એક કન્યા એટલે રાધા સ્વરુપ શ્રી જયા કિશોરીજી.         જી હાં,રાજસ્થાનમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલ અને નાનપણ થી દાદા દાદી...

બાળકોનું ઘડતર

Image
બાળકોનું સાચું ઘડતર વર્ગખંડોમાં નહીં પણ તેનાં પોતાનાં ઘરે થાય છે..           આ વિષય પર લખવાનો વિચાર મને ગઇકાલે મારા જ ઘરે આવ્યો.ગઇકાલે હું જ મારી પાંચ વર્ષની દીકરી તનીશાને ખોટું બોલવાનું શીખવતો હતો.આખી વાત અહી નહીં કરું,માફ કરશો.પરંતુ એ વાત માંથી મને આ લખવાનો વિષય મળ્યો.           મારા મતે બાળકોને શિક્ષણ પહેલાં સારા સંસ્કારો આપવાની પ્રથમ જરૂરિયાત છે.સંસ્કારી બાળક શિક્ષણને ઝડપથી ગ્રહણ કરી શકે છે.અને આ સંસ્કારો આપવાનું કામ કોઈ શાળા,કૉલેજ કે યુનિવર્સિટી માં અલગ રીતે નથી થતું.ત્યાં તો શિક્ષણ ની સાથે વણીને સંસ્કારોનું મૂલ્ય શીખવવામાં આવે છે.માટે જો બાળકોને સંસ્કારી બનાવવા હોય તો માતા પિતાએ ઘરમાં જ બાળક માં સારા સંસ્કારોનું સિંચન કરવું પડે.અને એની માટે અલગ થી સમય કાઢવાની કે અલગ થી સંસ્કારોનું શિક્ષણ આપવું જરુરી નથી,પણ ઘરમાં જ એવું વાતાવરણ,એવું વર્તન થવું જોઈએ કે બાળકોમાં એ જોઈને આપોઆપ સંસ્કારોનું ઘડતર થતું રહે.            બાળકો સામે આપણે ખોટું બોલીએ...

અમરનાથ અને આતંકવાદ

Image
સૌ પ્રથમ તો અમરનાથ યાત્રામાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં યાત્રાળુઓ ને શ્રધ્ધાજંલિ..પ્રભુ તેમનાં આત્માને શાંતિ આપે.           પણ આ બધું ક્યાં સુધી?ક્યાં સુધી આપણે શ્રધ્ધાજંલિ આપીને છટકી જશું?ક્યાં સુધી આપણે ફક્ત હૈયાવરાળ ઠાલવીને છટકતાં રહેશું?ક્યાં સુધી આમ ફેસબૂક કે ટ્વીટર પર ટ્વીટ કરીને મન મનાવતા રહેશું?ક્યાં સુધી ટી.વી.સામે બેસીને પ્રતિક્રિયા આપતાં રહેશું?      થોડાં દિવસ નહીં થાય ત્યાં વળી પાછા સમાચાર આવશે કોઇક જવાન શહીદ થયો,કોઇક આતંકવાદ માં માર્યા ગયાં.દર વખતે આવો આતંકવાદનો નગ્ન નાચ ભજવાતો રહેશે.પરિણામ શું?        ગઇકાલે સમાચારમાં જાણવા મળ્યું કે એ બસ યાત્રાનાં રજીસ્ટ્રેશન વગરની હતી.સમજ્યા કે ભુલ બસ વાળા ની હતી.તો શું ભૂલની સજા આવડી મોટી ગણીને જ ચાલવાનું?એ સમજાતું નથી કે તો પછી આટલી સુરક્ષા,આટલી તકેદારી વચ્ચે આ બસ કઈ રીતે છેક અમરનાથ સુધી જઈ આવી?જો આમ સામાન્ય માણસો છેક રજીસ્ટ્રેશન વિના અમરનાથ સુધી પહોચી શકતા હોય તો એ આતંકવાદીઓ હુમલા કરી જ શકે ને?      ...