બાળકોનું ઘડતર
બાળકોનું સાચું ઘડતર વર્ગખંડોમાં નહીં પણ તેનાં પોતાનાં ઘરે થાય છે..
આ વિષય પર લખવાનો વિચાર મને ગઇકાલે મારા જ ઘરે આવ્યો.ગઇકાલે હું જ મારી પાંચ વર્ષની દીકરી તનીશાને ખોટું બોલવાનું શીખવતો હતો.આખી વાત અહી નહીં કરું,માફ કરશો.પરંતુ એ વાત માંથી મને આ લખવાનો વિષય મળ્યો.
મારા મતે બાળકોને શિક્ષણ પહેલાં સારા સંસ્કારો આપવાની પ્રથમ જરૂરિયાત છે.સંસ્કારી બાળક શિક્ષણને ઝડપથી ગ્રહણ કરી શકે છે.અને આ સંસ્કારો આપવાનું કામ કોઈ શાળા,કૉલેજ કે યુનિવર્સિટી માં અલગ રીતે નથી થતું.ત્યાં તો શિક્ષણ ની સાથે વણીને સંસ્કારોનું મૂલ્ય શીખવવામાં આવે છે.માટે જો બાળકોને સંસ્કારી બનાવવા હોય તો માતા પિતાએ ઘરમાં જ બાળક માં સારા સંસ્કારોનું સિંચન કરવું પડે.અને એની માટે અલગ થી સમય કાઢવાની કે અલગ થી સંસ્કારોનું શિક્ષણ આપવું જરુરી નથી,પણ ઘરમાં જ એવું વાતાવરણ,એવું વર્તન થવું જોઈએ કે બાળકોમાં એ જોઈને આપોઆપ સંસ્કારોનું ઘડતર થતું રહે.
બાળકો સામે આપણે ખોટું બોલીએ અને એની પાસે થી સત્ય બોલવાનો જ આગ્રહ રાખીએ એ વ્યાજબી ખરું?જાણતાં અજાણતાં બાળકો ઘરમાં આપણી પાસે થી ઘણું શીખી જતા હોય છે.માતા પિતા ઝગડો કરે તેની પણ ગંભીર અસર બાળકનાં મન પર પડતી હોય છે.આ ઉપરાંત આપણે બીજાનો ગુસ્સો બાળક પર જ ઉતારતાં હોઇએ છીએ.અથવા એને નાની નાની વાત માંથી ખીજાતા હોઇએ છીએ ત્યારે એનું મન સંકુચિત બનતું જતું હોય છે.એક પ્રકારનો ડર એનામાં નાનપણ થી જ પ્રવેશ કરતો જાય છે.જેની ગંભીર અસર એ મોટા થાય ત્યારે દેખાય છે.અને ત્યારે આપણે એનાં કારણો શોધીએ,પણ મળે ખરાં?
બાળકોને ઘરમાં ભરપૂર પ્રેમ અને વિશ્વાસનું વાતાવરણ આપો.અહી હું એમ નથી કહેતો કે એની બધી વાત માનો,તો તો એ જિદ્દી પણ બની શકે.પણ એને સમજાવવાની પધ્ધતિ અલગ હોય શકે,જેમાં ગુસ્સાને તો સ્થાન ન જ હોય.બાળકને ઘરમાં સ્વતંત્રતા આપો.બધું આપણે નક્કી કરીએ એજ એને કરવાનું?આપણે રમવાનું કહીએ એજ એને રમવાનું?આપણે કહીએ એજ એને શીખવાનું?અમુક વાતો નો નિર્ણય એને પોતાને લેવા દો.એને અત્યારથી સ્વતંત્ર બનવા દો. એનાં પર ધ્યાન અવશ્ય રાખો,એની ભુલ થતી હોય ત્યાં ટોકો નહીં,પણ પ્રેમ થી માર્ગદર્શન આપો.પછી જો જો એની ગાડી જીવનમાં ક્યાંય અટકશે નહીઁ..
અને છેલ્લે,
બાળકને જંગલનું ઝાડ બનાવવાનું નથી,પરંતુ બગીચાનું સુંદર વૃક્ષ બનાવવાનું છે.આ માટે માતા પિતા એ જ તેનું કાળજી થી જતન કરવાનું છે..અસ્તુ.

Comments
Post a Comment