નારી આદર્શ - શ્રી જયા કિશોરીજી

   અત્યારની ૧૯ વર્ષની કોઈ મુગ્ધ કન્યાને તમે મળ્યાં છો?તેને મળતાં ખ્યાલ આવશે કે એ કેટરીના,કરીના કે આલિયા ની જ દીવાની હશે.રણવીર,વરુણ કે ટાઇગર માં પોતાના ભાવી ભરથારનાં સપના જોતી હશે.સાસરે જવા કરતાં મુંબઇ જવાના સપના વધું આવતાં હશે.ફિલ્મી લાઈફને સાચી માનીને પોતાની લાઈફને કોષતી હશે.તેનાં હાથ કામ કરતાં મોબાઇલમાં વધું ચાલતા હશે.વાત વાતમાં મમ્મી પપ્પાને જુનવાણી કહીને પોતે મોડર્ન હોવાનો ગર્વ લેતી હશે.દાદા દાદી ને તો ગણતી જ નહીઁ હોય..
      આ થઈ અત્યારની સરેરાશ કન્યાઓની વાત.આમાં અપવાદ હોય જ શકે હો.માટે દરેકે માથે ઓઢવાની કોઈ જરૂર નથી.
       પણ મારે અહી ૧૯ વર્ષ ની એક એવી કન્યાની વાત કરવી છે જેનું મન માત્ર શ્રી કૃષ્ણનું નામ જપે છે.જેનાં રોમે રોમ શ્રી કૃષ્ણ ની ભક્તિમાં જ લિન છે.જેનાં સપનામાં શ્રી કૃષ્ણ સિવાય કોઈને સ્થાન નથી. જેનું સંપુર્ણ જીવન બસ કૃષ્ણ ભક્તિ માટે ન્યોછાવર છે.એવી એક કન્યા એટલે રાધા સ્વરુપ શ્રી જયા કિશોરીજી.
        જી હાં,રાજસ્થાનમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલ અને નાનપણ થી દાદા દાદી પાસે શ્રી કૃષ્ણ ની વાર્તાઓ સાંભળીને શ્રી જયાજી એ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ નામ માટે સમર્પિત કરી દીધું છે.જે ઉંમરે અત્યારે કોઈ છોકરી હાથમાંથી મોબાઇલ છોડે નહીં એ ઉંમરે એમણે કૃષ્ણ ભક્તિ માટે સંસારી જીવન છોડી દીધું.નાનપણ થીજ કૃષ્ણનાં રંગે રંગાયેલા શ્રી જયાજી અત્યારે ફક્ત ૧૯ વર્ષ નાં છે અને છેલ્લા ઘણાં વર્ષો થી શ્રીમદ્દ ભગવદ કથાનું રસપાન કરાવે છે.એમનાં ચહેરા પર નું તેજ તેમજ એમની વાણી ની મીઠાશ જોઈને ખરેખર દંગ રહી જવાય.મારા મતે તો અત્યારની આ ગ્લેમર પાછળ પાગલ થયેલ યુવક-યુવતીઓ માટે શ્રી જયા કિશોરીજી નું જીવન એક મહાન આદર્શ તેમજ ઉદાહરણ ગણી શકાય.એમનાં ભક્તો એજ એમને કિશોરીજી નામ આપ્યું છે.
         અત્યારે યુવાઓને ગ્લેમર લાઈફનો ભરપૂર પ્રકાશ જ દેખાય છે અને એટલે જ તેમાં તણાતાં જાય છે,પરંતુ એમને એ ગ્લેમર લાઈફ પાછળ રહેલો અંધકાર દેખાતો નથી.જેમ દીવા નીચે અંધારું જ હોય,એવું આ લાઈફ નું છે.પણ એની ખબર પડે ત્યાં સુધી માં ધણું મોડું થઈ ગયું હોય છે.જો કે શ્રી જયા કિશોરીજી ને આદર્શ ગણવા એટલે કાંઇ એમની જેમ જ સંસારનો ત્યાગ કરવાની અહી વાત કરતો નથી,પરંતુ સંસાર માં રહી ને પણ સારુ,સાદું અને સરસ જીવન જીવી શકાય છે.એની માટે ગ્લેમર જ એક રસ્તો નથી.
         અને છેલ્લે એટલું જરૂર કહીશ કે આપણાં માતા પિતા ને આપણાં થકી ગર્વ ભલે ન મળે,પણ તેમણે આપણાં માટે શર્મિંદા ન થવું પડે એવું કાર્ય કરવું એ આપણી ફરજ છે..અસ્તુ.
(નોંધ:જયા કિશોરીજી ને જેમણે ન સાંભળ્યા હોય એમને ખાસ વિનંતિ કે એક વાર યુ ટ્યુબ પર અવશ્ય સાંભળે..આભાર)


Comments

Popular posts from this blog

પ્રકૃતિ અને આપણે..

દીકરી એટલે સરિતા..Taneesha Joshi

ઘર અને મકાન..!!