અમરનાથ અને આતંકવાદ

સૌ પ્રથમ તો અમરનાથ યાત્રામાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં યાત્રાળુઓ ને શ્રધ્ધાજંલિ..પ્રભુ તેમનાં આત્માને શાંતિ આપે.
          પણ આ બધું ક્યાં સુધી?ક્યાં સુધી આપણે શ્રધ્ધાજંલિ આપીને છટકી જશું?ક્યાં સુધી આપણે ફક્ત હૈયાવરાળ ઠાલવીને છટકતાં રહેશું?ક્યાં સુધી આમ ફેસબૂક કે ટ્વીટર પર ટ્વીટ કરીને મન મનાવતા રહેશું?ક્યાં સુધી ટી.વી.સામે બેસીને પ્રતિક્રિયા આપતાં રહેશું?
     થોડાં દિવસ નહીં થાય ત્યાં વળી પાછા સમાચાર આવશે કોઇક જવાન શહીદ થયો,કોઇક આતંકવાદ માં માર્યા ગયાં.દર વખતે આવો આતંકવાદનો નગ્ન નાચ ભજવાતો રહેશે.પરિણામ શું?
       ગઇકાલે સમાચારમાં જાણવા મળ્યું કે એ બસ યાત્રાનાં રજીસ્ટ્રેશન વગરની હતી.સમજ્યા કે ભુલ બસ વાળા ની હતી.તો શું ભૂલની સજા આવડી મોટી ગણીને જ ચાલવાનું?એ સમજાતું નથી કે તો પછી આટલી સુરક્ષા,આટલી તકેદારી વચ્ચે આ બસ કઈ રીતે છેક અમરનાથ સુધી જઈ આવી?જો આમ સામાન્ય માણસો છેક રજીસ્ટ્રેશન વિના અમરનાથ સુધી પહોચી શકતા હોય તો એ આતંકવાદીઓ હુમલા કરી જ શકે ને?
         ખરેખર,દિવસે ને દિવસે આતંકવાદનો ચહેરો મોટો ને મોટો થતો જાય છે.આતંકવાદમાં માર્યા ગયેલાં ના પરિવારને આશ્વાસન આપી દેવાથી હવે નહીં ચાલે.આતંકવાદને જડ્મુળ માંથી ફેંકી દેવાનો સમય હવે ક્યારનોય પાકી ગયો છે.શાંત ભારતે હવે અશાંતિ ફેલાવતા આવા તત્વોને શોધી શોધીને ખાત્મો કરવાની જરૂર છે..જય હિન્દ..અસ્તુ..!

Comments

Popular posts from this blog

પ્રકૃતિ અને આપણે..

દીકરી એટલે સરિતા..Taneesha Joshi

ઘર અને મકાન..!!